તાપસી પન્નુ એક કંપની પણ ચલાવે છે સાથે બેડમિન્ટન લીગ પણ રમી ચૂકી છે, ઘરના લોકો મેગી કહીને બોલાવે છે
તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ નવી દિલ્હીમાં જાટ શીખ પરિવારમાં થયો છે. તેના પિતા દિલમોહન સિંહ પન્નુ, એક નિવૃત્ત રિયલ એસ્ટેટ એજન્ટ છે જ્યારે તેની માતા નિર્મલજીત કૌર પન્નુ ગૃહિણી છે. તેની એક નાની બહેન શગુન પણ છે.