Sagar Solanki |
Feb 08, 2024 | 8:12 PM
કરીના કપૂરે પોતાની સ્ટાઇલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દોહામાં ઈવેન્ટ દરમ્યાનની આ કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી હતી.
આ તસવીરોમાં કરીના કપૂર આઇસ બ્લુ કલરનો ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. કરીનાએ ગ્લોસી મેકઅપ, ઓપન હેર સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને એટલી પસંદ આવી રહી છે કે તે અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગી છે.
અભિનેત્રીને આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે કેટલાક યુઝર્સ કરીનાને સ્ટનિંગ અને ક્વીન કહી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ 3'માં જોવા મળશે. જેમાં તેની સાથે અજય દેવગન જોવા મળશે.