હી મેન અને ડ્રીમ ગર્લના ઘરમાં નથી બધું બરાબર, ઈશા દેઓલના ડિવોર્સના સમાચારને લઈ મચ્યો હડકંપ
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલ છેલ્લા કેટલાક દિવસોથી તેના અંગત જીવનમાં ચાલી રહેલા ગરબડને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, ઇન્ટરનેટ પર તેના અને ભરત તખ્તાનીના અલગ થવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ફરી એકવાર ઇશા દેઓલ તેના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. બોલિવૂડ વર્તુળોમાં એવી ચર્ચા છે કે એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાનીથી અલગ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશા અને ભરત તખ્તાની વચ્ચે બધુ બરાબર નથી.