પ્રતિક ગાંધી અને ભામિની ઓઝા રિયલ લાઈફમાં પતિ -પત્ની છે. હંસલ મહેતાની સીરિઝ 'ગાંધી'માં ભામિની કસ્તુરબાની ભુમિકામાં જોવા મળશે. ભામિનીએ આ વિષય પર વાત કરતા કહ્યું કે, મારા માટે આ કોઈ સપનાથી ઓછું નથી. મારું સપનું સાચું થઈ રહ્યું છે. હું અને પ્રતિક એક સાથે એક સીરિઝમાં અને એ પણ પતિ-પત્નીની ભૂમિકા નિભાવશું.