'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી કાસ્ટ દરેક ઘરમાં ખૂબ પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ તેમના વિશે ઘણું જાણવા માંગે છે, ખાસ કરીને ટપુ સેના વિશે. ટપ્પુ સેનાના ઘણા બાળકો શોમાં મોટા થયા છે અને કેટલાક નવા છે. આ બધા જ સ્ક્રીન પર તેમજ રિયલ લાઈફમાં ખૂબ જ લોકપ્રિય છે. ટપ્પુ સેનામાં દરેક બાળક હાલ મોટી આવક કમાતા થઈ ગયા છે. ત્યારે ચાલો જાણીએ કે ટપ્પુ સેનામાં સામેલ બાળકો આજે શું કરે છે તેમજ તેમની હાલની કમાણી કેટલી છે .