દુનિયાની કોઈ પણ વસ્તુની સામે માનો પ્રેમ સૌથી ઉપર છે. માતા માટે કાંઈ પણ કહેવું હોય તો શબ્દો પણ ટુંકા પડે છે. માતાને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર પડતી નથી, પરંતુ તેમ છતાં માતાને સ્પેશિયલ ફીલ કરાવવા દર વર્ષે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે.