જે બાદ PR ટીમે પોસ્ટ કર્યું, 'અમને જણાવતા દુઃખ થાય છે કે આવતીકાલે નિર્ધારિત વિવેકનું લાઈવ સેશન મોકૂફ રાખવામાં આવ્યું છે. દિવ્યાંકાનો થોડા કલાકો પહેલા અકસ્માત થયો હતો અને હવે તે તબીબી સારવાર હેઠળ છે. જ્યાં સુધી તે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી વિવેક તેની સાથે રહેશે. તમારા સપોર્ટ બદલ આભાર. અને દિવ્યાંકાના જલ્દી સ્વસ્થ થવા સુધી અમારો સાથ આપો. વિવેક ટૂંક સમયમાં તમારી સાથે જોડાશે.