લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન થયુ છે. તો ચાલો આપણે જોઈએ રમત-ગમતના પરિવારમાં કોણ કોણે પોતાનો મત આપ્યો છે. તમને જણાવી દઈએ કે, વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં પોતાનો મત આપ્યો હતો.