દેવદત્તે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 31 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 44ની એવરેજથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે પોતાના બેટથી 12 અડધી સદી અને 6 સદી ફટકારી છે. લિસ્ટ એની 30 મેચમાં તેણે 81.52ની એવરેજથી 1875 રન ફટકાર્યા છે. જેમાં 8 સેન્ચુરી અને 11 ફિફટીનો સમાવેશ થાય છે. ઘરેલૂ ટી20 ટૂર્નામેન્ટની 92 મેચમાં તેણે 3 સેન્ચુરી અને 17 ફિફટીની મદદથી 2768 રન ફટકાર્યા છે.