એન્ડરસન ભારતીય ટીમની ત્રણ 3 પેઢીઓનો દુશ્મન રહ્યો છે.એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં સચિન, વિરાટ અને ગિલનો સૌથી વધુ વાર આઉટ કર્યા છે. તેણે સચિન તેંડુલકરને સૌથી વધુ 9 વખત, વિરાટ કોહલીને 7 વખત અને શુભમન ગિલને 5 વખત આઉટ કર્યા છે.જેમ્સ એન્ડરસને હાલમાં 184 ટેસ્ટમાં 695 વિકેટ ઝડપી છે. તે વધુ 5 વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ પૂરી કરી લેશે અને તે આ કમાલ કરનાર પ્રથમ ઝડપી બોલર બની જશે. જેમ્સ એન્ડરસન ભારત સામેની વર્તમાન સિરીઝમાં અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે 5 વિકેટ ઝડપી છે.