ચેસ અને ક્રિકેટ બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ચહલ એકમાત્ર ખેલાડી છે, પત્ની ડાન્સર બહેનો ચેસ ખેલાડી

આજે આપણે એક એવા ખેલાડીના પરિવારની વાત કરીશું, કે આ બોલર ક્રિકેટના મેદાનમાં હોય કે બહાર કે પછી અન્ય ટીમ સાથે હોય તે હંમેશા મસ્તીના મુડમાં જ જોવા મળે છે. આ ખેલાડીના લાખો ચાહકો પણ છે, બોલરને ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં સ્થાન પણ મળ્યું છે. તો આજે આપણે ચહલના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: May 09, 2024 | 1:28 PM
યુઝવેન્દ્ર ચહલ કે, જેમને ટી 20 વર્લ્ડકપમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે ખેલાડી આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમે છે. તો આ પહેલા તેના પરિવારમાં કોણ કોણ છે તે વિશે જાણી લઈએ.

1 / 13
આજે આપણે એવા ખેલાડીના પરિવાર વિશે વાત કરીશું. જે ખેલાડીએ ચેસ અને ક્રિકેટ બંન્નેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ખેલાડીનું નામ છે યુઝવેન્દ્ર ચહલ તેના પિતાનું નામ કે.કે ચહલ અને માતાનું નામ સુનીતા દેવી છે, બોલરને 2 બહેનો પણ છે તો પત્ની ડાન્સર છે, તો જુઓ યુઝવેન્દ્ર ચહલનું પરિવાર

2 / 13
યુઝવેન્દ્ર "યુઝી" ચહલનો જન્મ 23 જુલાઈ 1990ના રોજ હરિયાણામાં થયો છે. તે હાલમાં સ્થાનિક ક્રિકેટમાં હરિયાણા અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમે છે. ચહલ T20I ઈતિહાસમાં 6 વિકેટ ઝડપનાર બીજો ખેલાડી અને પ્રથમ ભારતીય હતો. ચહલ ટી 20 વર્લ્ડકપ 2024ની ટીમનો ભાગ પણ છે.

3 / 13
  તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2018 એશિયા કપ જીત્યો હતો. તે ભૂતપૂર્વ ચેસ ખેલાડી છે અને તેણે ચેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. યુઝવેન્દ્ર ચહલને બે બહેનો છે, ગીતાંજલિ ચહલ અને નીલ ચહલ. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બાળપણના ફોટો પણ શેર કરે છે.

4 / 13
ચહલને 2011માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સૌપ્રથમ સાઈન કરવામાં આવ્યો હતો. 2014ની IPL ઓક્શનમાં તેને રોયલ ચેલેન્જર્સ દ્વારા તેની મૂળ કિંમત 10 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેને IPL 2014માં દિલ્હી ડેરડેવિલ્સ સામે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.2018ની IPL ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પાછો ખરીદ્યો હતો.2022 ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ માટે મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.18 એપ્રિલ 2022ના રોજ, કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઈપીએલ મેચમાં ચહલે હેટ્રિક અને પાંચ વિકેટ ઝડપી હતી.

5 / 13
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સની 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની મેચ દરમિયાન ટી20માં 300 વિકેટ લેનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. સપ્ટેમ્બર 2023માં ચહલે ભારતની એશિયા કપ અને વર્લ્ડ કપ ટીમ માટે પસંદ ન થતાં નિરાશ પણ જોવા મળ્યો હતો.

6 / 13
તેને 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે 14 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 11 જૂન 2016ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઝિમ્બાબ્વે સામે તેની વન-ડે ઇન્ટરનેશનલ (ODI) પદાર્પણ કર્યું હતું, રિચમન્ડ મુટુમ્બામી તેની ODIમાં પ્રથમ વિકેટ હતી.બીજી મેચમાં ચહલે માત્ર 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમને 8 વિકેટથી જીત અપાવી હતી.  તેના બોલિંગ પ્રદર્શનથી તેને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો.

7 / 13
18 જૂન 2016ના રોજ હરારે ખાતે ઝિમ્બાબ્વે સામે તેની ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ (T20I) પદાર્પણ કર્યું હતું, માલ્કમ વોલર T20Iમાં તેની પ્રથમ વિકેટ હતી.1 ફેબ્રુઆરી 2017ના રોજ, તે T20I માં પાંચ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો અને T20I ઈતિહાસમાં લેગસ્પિનર તરીકે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ ધરાવે છે. ચહલ 1 ફેબ્રુઆરી, 2017ના રોજ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20માં T20I માં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર પણ છે.

8 / 13
18 જાન્યુઆરી 2019ના રોજ, ચહલે ઓસ્ટ્રેલિયા સામે 6/42 રન લઈને તેની બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં 5 વિકેટ ઝડપી હતી. એપ્રિલ 2024માં ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

9 / 13
તમને જણાવી દઈએ યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 3 ટીમમાંથી રમ્યો છે, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો છે.ચહલ 2011 થી 2013 સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ હતો, ત્યારબાદ ચહલ 2014 થી 2021 સુધી RCB માટે રમ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમતો જોવા મળી રહ્યો છે.

10 / 13
 ચેસ અને ક્રિકેટ બંનેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ચહલ એકમાત્ર ખેલાડી છે. તેણે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશિપમાં ચેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જોકે તેણે સ્પોન્સર શોધવા માટે સંઘર્ષ કરતાં તેણે રમત છોડી દીધી હતી. તે વિશ્વ ચેસ ફેડરેશનની સત્તાવાર સાઇટ પર છે.FIDE રેટિંગ મુજબ, ચહલનું રેટિંગ 1974 છે.

11 / 13
યુઝવેન્દ્ર ચહલે 8 ઓગસ્ટ 2020ના રોજ યુટ્યુબર, ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી અને 22 ડિસેમ્બર 2020ના રોજ ગુડગાંવમાં એક ખાનગી સમારંભમાં તેની સાથે લગ્ન કર્યા હતા. તેમની પત્ની એક શાનદાર ડાન્સર છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે.

12 / 13
2022માં તેણે ખુલાસો કર્યો કે મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો તે દરમિયાન નશામાં ટીમના સાથીએ તેને 15મા માળની બાલ્કનીમાંથી લટકાવી દીધો. તેણે ખેલાડીનું નામ લીધું ન હતું, પરંતુ આ ઘટસ્ફોટને કારણે કડક કાર્યવાહીની માંગ થઈ હતી. અગાઉ તેને એન્ડ્રુ સાયમન્ડ્સ અને જેમ્સ ફ્રેન્કલીન દ્વારા પણ રૂમમાં બાંધી દેવામાં આવ્યો હતો.

13 / 13
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">