આઈપીએલ 2024માં 12 મેના રોજ આ સીઝનની છેલ્લી ડબલ હેડર મેચ રમાશે. પહેલી મેચ રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે રમાશે, ત્યારબાદ દિલ્હી અને બેગ્લુરું વચ્ચે મેચ રમાશે. કોલકત્તાની ટીમે ક્વોલિફાયની ટિકીટ મેળવી લીધી છે.
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું આઈપીએલ 2024ની છેલ્લી ડબલ હેડર મેચ 12 મેના રોજ દિલ્હી કેપિટલ્સ અને બેગ્લુરું વચ્ચે રમાશે. 12માંથી 5 મેચ જીતનારી આરસીબીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે હવે પોતાની આગામી 2 મેચ જીતવી પડશે. આજની મેચનો રોમાંચ ખુબ શાનદાર હશે.
ફાફ ડુપ્લેસિસની આગેવાની વાળી આરસીબીએ પોતાની છેલ્લી 5 મેચમાંથી 4માં જીત મેળવી લીધી છે. દિલ્હી કેપિટલ્સે 12માંથી 6 મેચ જીતી છે. તે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાન પર છે. દિલ્હી કેપિટ્લસે પોતાની છેલ્લી 5 મેચમાંથી 3 જીતી લીધી છે. રિષભ પંતની ટીમ માટે આ મેચ જીતવી જરુરી છે.
ડબલ હેડરની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાશે. ચેન્નાઈની આ સીઝનની 13મી મેચ છે. જેમાંથી 6માં જીત મેળવી છે. રાજસ્થાનની 12મી મેચ છે. પોઈન્ટ ટેબલમાં 16 અંક સાથે બીજા નંબર પર છે.
આજની મેચ જીતી ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની આશા બનાવી રાખવા માંગશે. તો રાજસ્થાન રોયલ્સની ટીમ મેચ જીતી પ્લેઓફમાં ક્વોલિફાય કરી લેશે. આજે ડબલ હેડર મેચમાં બંન્ને મેચ પર ચાહકોની નજર રહેશે.