IPL 2024માં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ હવે તે કામ કરવું પડશે જે તેણે છેલ્લા 5 વર્ષથી નથી કર્યું
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાલમાં દિવસોમાં ખરાબ ચાલી રહ્યા છે. IPL 2024માં તેની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. તેની બેટિંગ અને બોલિંગ પણ કામમાં ન આવી. હવે હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટના ઘણા મુદ્દાઓ પર ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવો કોચ મળશે અને આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેણે હાર્દિક પંડ્યા વિશે પણ મોટી વાત કહી છે.