IPL 2024: વિરાટ કોહલીએ સિઝનની પ્રથમ સદી ફટકારી, IPL કરિયરમાં પ્રથમ વખત આ ખાસ કારનામું કર્યું
વિરાટ કોહલીએ IPL 2024ની પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે કોહલીએ તેની IPL કરિયરની 8મી સદી ફટકારી હતી, જ્યારે પ્રથમ વખત કોઈ સિઝનની પ્રથમ સદી તેના બેટમાંથી આવી હતી.