IPL 2024: પિંક સિટીમાં છવાયો કિંગ કોહલી, RR vs RCBની મેચમાં ધુંઆધાર બેટિંગ કરી બનાવ્યા આટલા નવા રેકોર્ડ
વિરાટ કોહલી IPLમાં 7500 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે આઈપીએલની 19મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. IPLમાં 8 સદી ફટકારનાર કોહલી પ્રથમ બેટ્સમેન છે. IPLની આ સિઝનમાં 300નો આંકડો પાર કરનાર કોહલી પ્રથમ બેટ્સમેન છે. આઈપીએલની આ સિઝનની આ પ્રથમ સદી છે.
1 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLમાં પોતાની 8મી સદી ફટકારીને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. વિરાટે IPL 2024ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તેના પછી ક્રિસ ગેલનો નંબર આવે છે જેણે 6 સદી ફટકારી છે.
2 / 6
કોહલીએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 39 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે IPLમાં પોતાના 7500 રન પણ પૂરા કર્યા. વિરાટ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. વિરાટ 72 બોલમાં 113 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. કોહલીએ IPLની આ સિઝનમાં 316 રન બનાવ્યા છે. વિરાટ પાસે ઓરેન્જ કેપ છે
3 / 6
વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આરસીબીને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. ડુપ્લેસિસ 33 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. IPLમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ 100 પ્લસની ભાગીદારીનો રેકોર્ડ કોહલીના નામે છે. વિરાટે આ કારનામું 28 વખત કર્યું છે, જ્યારે ડેવિડ વોર્નર આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 26 વખત 100થી વધુ રનની ભાગીદારી કરી છે.
4 / 6
વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીએ IPLમાં કોઈપણ વિકેટ માટે 100 પ્લસની સૌથી વધુ ભાગીદારી કરી છે. કોહલી અને એબીડીએ 10 વખત આ કારનામું કર્યું છે, જ્યારે કોહલીએ ક્રિસ ગેલ સાથે મળીને 9 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
5 / 6
તેણે ફાફ ડુપ્લેસીસ સાથે છ વખત આવું કર્યું છે. વિરાટ IPL 2024માં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ સિઝનમાં પાવરપ્લેમાં 121 રન બનાવ્યા છે.
6 / 6
IPLમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. આ યાદીમાં શિખર ધવન બીજા સ્થાને છે. ધવને 221 મેચમાં 6755 રન બનાવ્યા છે જ્યારે ડેવિડ વોર્નરે 180 મેચમાં 6545 રન બનાવ્યા છે. રોહિત શર્મા 246 મેચમાં 6280 રન બનાવ્યા બાદ આ યાદીમાં ચોથા સ્થાન પર છે.
Published On - 9:35 pm, Sat, 6 April 24