IPL 2024: RR vs RCB વચ્ચેની મેચમાં 7મી ઓવરના ચોથા બોલે વિરાટ કોહલીની આ ભૂલ બની બેંગલુરુની હારનું કારણ

|

Apr 07, 2024 | 12:02 AM

વિરાટ કોહલીની 8મી સદીની મદદથી RCBએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 183 રન બનાવ્યા હતા. કોહલીએ 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 39 બોલમાં ફિફ્ટી પૂરી કરી. વિરાટની સદી છતાં RCB હારી ગયું. રાજસ્થાને RCBને 6 વિકેટે હરાવીને જીત મેળવી હતી. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. RCBની 5 મેચમાં આ ચોથી હાર છે. જોકે આ દરમ્યાન વિરાટ કોહલીએ RR ની બેટિંગ દરમ્યાન 7મી ઓવરના ચોથા બોલે કરેલી આ ભૂલ RCBની હારનું કારણ કહેવાય તો ખોટું નથી.

1 / 6
સંજુ સેમસનની કેપ્ટનશીપની ઇનિંગ અને જોસ બટલરના વિસ્ફોટક પ્રદર્શનના બળ પર રાજસ્થાન રોયલ્સે IPLમાં જીત હાંસલ કરી છે. IPLની 19મી મેચમાં રાજસ્થાને રોયલ ચેલેન્જીસ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું અને સવાઈમાન સિંહ સ્ટેડિયમમાં 'રોયલ્સ'નો વિજય નોંધાયો. આ સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે જ્યારે KKR 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગઈ છે.

2 / 6
RCBની 5 મેચમાં આ ચોથી હાર છે. વિરાટ કોહલીએ RCB માટે તેની IPL કારકિર્દીની આઠમી સદી ફટકારી હતી પરંતુ તેની સદી ટીમને જીતવા માટે કામ આવી શકી ન હતી. બટલરે છ છગ્ગા વડે રાજસ્થાનને જીત અપાવી હતી. તેણે 58 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા.

3 / 6
184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 19.1 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા હતા. રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ ઇનિંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર પોતાની વિકેટ ગુમાવ્યા બાદ વોકઆઉટ થયો હતો.આ પછી, કેપ્ટન સંજુ સેમસન અને જોસ બટલરે બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી અને આરસીબીના જડબામાંથી જીત છીનવી લીધી.

4 / 6
સંજુ સેમસન 42 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મહત્વનું છે કે આ પહેલાની વાત કરવામાં આવે તો સંજુ સેમસન 7મી ઓવરના ત્રીજા બોલે 28 રન પર હતો. જોકે આ ચોથી ઓવર RRનો  હિમાંશુ શર્મા ફેંકી રહ્યો હતો.

5 / 6
7મી ઓવરના ચોથા બોલે વિરાટ કોહલીએ સંજુ સેમસનનો કેચ છોડ્યો હતો. આ કેચ છૂટવા સમયે સેમસનના રન 28 હતા. આ કેચ છૂટયા બાદ સેમસન 42 બોલમાં 69 રન પર પહોંચ્યો હતો. જે RR ની જીત માટે ખૂબ મહત્વનો સાબિત થયો છે.

6 / 6
રિયાન પરાગે 4 બોલમાં 4 રન બનાવ્યા હતા. ધ્રુવ જુરેલે 2 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં RR ને જીત મળી છે. રાજસ્થાન રોયલ્સે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. જોસ બટલરે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. જેમાં સેમસનના 69 રનનો ફાળો ખૂબ મહત્વનો છે.

Published On - 11:58 pm, Sat, 6 April 24

Next Photo Gallery
IPL 2024: સદી છતાં વિરાટ કોહલીના નામે થયો આ શર્મનાક રેકોર્ડ
IPL 2024માં આજે ડબલ હેડર મેચ રમાશે, શું મુંબઈ ઈન્ડિયન્સ આજે જીતનો સ્વાદ ચાખશે