આરસીબીની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને 47 રનથી હાર આપી છે. આ મેચમાં દિલ્હી કેપિટ્લસના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ દિલ્હીને જીત માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જેના જવાબમાં દિલ્હીની ટીમ 140 રન પર ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 13 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેમણે શરુઆત તો સારી કરી પરંતુ મોટી ઈનિગ્સ રમી ચુક્યો ન હતો. તેમ છતાં એક રેકોર્ડ બનાવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ વિરાટ કોહલીની આઈપીએલ 250મી મેચ છે. તેમણે આ 250 મેચ આરસીબીની ટીમ માટે રમી હતી. વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં પહેલો એવો ખેલાડી બન્યો છે. જેમણે આઈપીએલમાં 250 મેચ એક જ ટીમમાંથી રમી છે. આવું પહેલા કોઈ પણ ખેલાડી કરી શક્યો નથી.
વિરાટ કોહલીએ વર્ષ 2008થી જ આઈપીએલમાં રમી રહ્યો છે. તેમણે આઈપીએલમાં માત્ર આરસીબીની ટીમમાંથી જ રમ્યો છે. તેમણે અત્યારસુધી આઈપીએલમાં 250 મેચમાં 7924 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 8 સદી સામેલ છે. કોહલીએ આઈપીએલમાં 4 વિકેટ પણ પોતાને નામ કરી છે.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેમના બેટમાંથી રનનો ઢગલો થયો છે. તે આ સીઝનમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. તેમણે આઈપીએલમાં 13 મેચમાં 661 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે.