સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આઈપીએલની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મે સુધી રમાઈ શકે છે. T20 વર્લ્ડ કપ 5 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી BCCI ખેલાડીઓને તૈયારી માટે 8 થી 10 દિવસનો સમય આપી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.આ પહેલા અટકળો હતી કે લોકસભાની ચૂંટણીને કારણે IPLની 17મી સિઝન ભારતને બદલે વિદેશમાં શિફ્ટ કરવામાં આવશે.