કેએલ રાહુલને ઈંગ્લેન્ડ સામે તો છોડો, આઈપીએલ રમવું પણ મુશ્કેલ છે, ઈજાની સારવારને કારણે પહોંચ્યો લંડન
કે.એલ રાહુલ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ રમવા પર તલવાર લટકી રહી છે. એવું એટલા માટે કારણ કે, લંડન જવાનું કારણ છે. સારવાર માટે લંડન ગયેલા રાહુલ ક્યારે પરત ફરશે આ વિશે કોઈ જાણકારી નથી. શું તે આઈપીએલ 2024 રમશે?
1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ શરુ છે. જેમાં હાલમાં ભારતીય ટીમ 3-1થી આગળ છે. હવે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી 11 માર્ચ વચ્ચે ધર્મશાળામાં રમાશે.
2 / 5
કે.એલ રાહુલ જેના વિશે એવા રિપોર્ટ હતા કે, તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાળામાં રમાનારી છેલ્લી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે.પરંતુ તેના પરત ફરવા પર તલવાર લટકી છે.હવે એવા સમાચાર છે કે, રાહુલને લંડન ગયો છે,એવું પણ કહી શકાય કે, લંડનમાં પોતાની સર્જરીને લઈ એક્સપર્ટ ડોક્ટરને મળી શકે છે.
3 / 5
આ સીરિઝની પ્રથમ મેચમાં, તેણે તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ સ્ટાર ખેલાડીને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. ભારત માટે 50 ટેસ્ટ મેચમાં કુલ 2863 રન બનાવી ચૂક્યો છે કે,એલ રાહુલ,પાંચમી ટેસ્ટમાં પરત ફરી શકે તેવી ચર્ચાઓ પણ છે.
4 / 5
કે.એલ રાહુલ ક્વાડ્રિસેપ્સની સર્જરી ગયા વર્ષે કરી હતી. એટલા માટે બીસીસીઆઈ કે પછી પસંદગીકાર અને ટીમ મેનેજમેન્ટ તેની સાથે કોઈ જોખમ લેવા માંગતી નથી. એટલા માટે ધર્મશાળામાં રમાનારી પાંચમી ટેસ્ટમાં રાહુલની હાજરી સ્પષ્ટ નથી.
5 / 5
સારી વાત તો એ છે કે, ભારત સીરિઝ જીતી ગયું છે પરંતુ બીસીસીઆઈ વિચાર કરી રહી હતી કે, જો કે.એલ રાહુલ પાંચમી ટેસ્ટ મેચ માટે ફિટ થાય છે તો કોઈ અન્ય બેટ્સમેનને આરમ આપવામાં આવી શકે છે.