રોહિત શર્મા 2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર બન્યો
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં શાનદાર ઈનિંગ રમી અને સદી ફટકારી છે. રોહિતે આ ઈનિંગથી ટીમના મજબૂત સ્કોરનો પાયો નાખ્યો છે. રોહિતની ટેસ્ટ કારકિર્દીની આ 12મી સદી છે અને આ શ્રેણીમાં આ તેની બીજી સદી છે. આ દરમિયાન તેણે શુભમન સાથે શાનદાર ભાગીદારી કરી ટીમને મજબૂત બનાવી હતી અને આ શ્રેણીની બીજી સદી ફટકારી હતી. આ પહેલા રોહિતે રાજકોટમાં સદી ફટકારી હતી.
Most Read Stories