Sachin Tendukar Love Story : અફેરના 5 વર્ષમાં બંનેએ માત્ર એક જ ફિલ્મ જોઈ હતી, જાણો બંન્નેમાંથી કોણે લગ્નની વાત આગળ વધારી

|

Apr 24, 2024 | 1:57 PM

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 24મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે પણ તેના લાખો ચાહકો છે. પરંતુ સચિન તેની પત્ની અંજલી તેડુંલકરને ખુબ પ્રેમ કરે છે. તો આજે આપણે જાણીએ કે, સચન તેંડુલકરના લગ્ન લવ મેરેજ છે કે, અરેન્જ મેરેજ તેમજ તેની લવ સ્ટોરી જાણીએ.

1 / 8
 તમને જણાવી દઈએ કે, સચિન અને અંજલિની પહેલી મુલાકાત એરપોર્ટ પર થઈ હતી. અંજલિ પોતાની માતાને લેવા માટે એરપોર્ટ પર પહોંચી હતી. એરપોર્ટ પર બંન્નેની મુલાકાત એક ફ્રેન્ડે કરાવી હતી. બસ પહેલી જ નજરમાં માસ્ટર બ્લાસ્ટર અંજલિને દિલ આપી બેઠો હતો.

2 / 8
બંન્નેની જ્યારે મુલાકાત થઈ ત્યારે સચિન ક્રિકેટમાં પોતાનું કરિયર શરુ કરી રહ્યો હતો. અંજલી ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહી હતી. અંજલી હંમેશા અભ્યાસમાં વધુ રિસર્ચ ધરાવતી હતી. ક્રિકેટમાં તેને કોઈ રસ ન હતો. જ્યારે સચિન અને અંજલિએ એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું તો અંજલિની રુચિ ક્રિકેટમાં વધી હતી.

3 / 8
સચિન શરુઆતમાં ક્રિકેટમાં ખુબ ફેમસ થઈ ચુક્યો હતો.જેના કારણે સચિન અંજલિને વધુ સમય આપી શકતો ન હતો. અંજલિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સચિન સાથે મુલાકાત કરવા માટે હું એક વખત પત્રકાર બની તેના ઘરે પહોંચી હતી.

4 / 8
હું સચિનના ઘરે પહોંચી તો આખું ઘર ચોંકી ગયું હતુ. સચિનની માતાએ પુછ્યું શું તુ ખરેખર પત્રકાર છો. તેમણે સચિનને ચોકલેટ ગિફટ કરતા જોઈ લીધી હતી.

5 / 8
સચિને ઓટોબાયોગ્રાફીમાં એક વાત શેર કરી છે. એક વખત લાંબા સમય બાદ અમે મળવાનો પ્લાન બનાવ્યો.સચિન સમયસર પહોંચી ગયો હતો પરંતુ અંજલિ ઘરેથી નીકળી ન શકી, અને સચિન અંજલિને મળ્યા વગર ઘરે પરત ફર્યો હતો. તેમણે કહ્યું તે સમયે મોબાઈલ ફોન ન હતા.

6 / 8
સચિન શરમાળ સ્વભાવનો હતો. તે અંજલિ વિશે તેના પરિવારને કંઈ કહી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અંજલિએ એક ડગલું આગળ કર્યું. સચિને કહ્યું છે. ' પરિવારને અંજલિ સાથે લગ્ન કરવા વિશે પૂછવું એ વિશ્વના ફાસ્ટ બોલરોનો સામનો કરતાં પણ વધુ મુશ્કેલ હતું. તેથી જ મેં આ જવાબદારી અંજલિને સોંપી.

7 / 8
 બંન્નેની સગાઈ 1994માં ન્યુઝીલેન્ડમાં થઈ હતી. સચિન ભારતીય ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર હતો. 24 એપ્રિલના રોજ સચિનના 21માં જન્મદિવસ પર સગાઈ કરી હતી.તેના એક વર્ષ બાદ 24 મે 1995ના રોજ સચિન-અંજલિએ લગ્ન કર્યા હતા. એટલે કે, અંદાજે 5 વર્ષ અફેર બાદ લગ્નના બંધનમાં બંઘાયા હતા.

8 / 8
તેંડુલકરને બે બાળકો સારા અને અર્જુન છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો હતો, જ્યારે ક્રિકેટર બનવા માંગતો અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ સચિનના ઘરમાં થયો હતો.

Next Photo Gallery
IPL 2024 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ દરમિયાન કેવું રહેશે હવામાન ? જાણો
IPL 2024 : સૌની નજર કેપ્ટન પર, શુભમન ગિલે આજે 100મી આઈપીએલ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમશે