બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલ્દી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.