અયોધ્યામાં ભગવાન રામલલ્લા માટે સુરતના ઉદ્યોગપતિએ 11 કરોડનો મુગટ કર્યો અર્પણ- જુઓ તસ્વીરો

|

Jan 23, 2024 | 8:07 PM

અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામલલ્લા માટે સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે સુંદર મુગટ તૈયાર કરાવ્યો છે. સુરતની ગ્રીન લેબ ડાયમેંડ કંપનીના માલિકે 11 કરોડનો સોના, નીલમ અને હિરાથી જડિત મુગટ ભગવાન રામલલ્લાને અર્પણ કર્યો છે.

1 / 7
આજે અયોધ્યા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી શ્રીચંપતરાયજી, વિહીપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડીયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે.

2 / 7
અયોધ્યામાં ભગવાન રામનો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતા.  સુરતના ઉદ્યોગપતિએ મુકેશ પટેલે અર્પણ કર્યો છે. સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે સોનુ, હીરા, નીલમથી જડિત 6 કિલો વજનનો મુગટ તૈયાર કરાવ્યો હતો.

3 / 7
સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો.

4 / 7
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલને અયોધ્યામાં નવનિર્મિક મંદિરમાં બિરાજમાન થનાર ભગવાન શ્રી રામ માટે આભૂષણો અર્પણ કરવા પ્રેર્યા હતા

5 / 7
ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યુ કે ભગવાન શ્રી રામ માટે સોનાના આભૂષણોથી જડેલો મુગટ અર્પણ કરશે

6 / 7
વિએચપીના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે 5 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં નવનિર્મિત મંદિર ભગવાન રામની કઈ મૂર્તિ વિરાજમાન કરવી તે નક્કી થયા બાદ એ જ દિવસે સુરતમાં ઉદ્યોગપતિને તેની જાણકારી અપાઈ હતી. સુરતથી ગ્રીન લેબ કંપનીના બે કર્મચારી ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા અને કર્મચારી મૂર્તિના મસ્તકનું માપ લઈ સીધા સુરત આવ્યા ત્યારૂબાદ ભગવાન રામલલ્લા માટે મુગટ બનાવવાનુ કામ શરૂ કરાયુ હતુ.

7 / 7
6 કિલો વજનના મુગટમાં સાડા ચાર કિલો સોનુ વપરાયુ છે આ ઉપરાંત નાની મોટી સાઈઝના હિરા-માણેક, મોતી, પર્લ, નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયુ એ અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રામના મસ્તકની શોભા વધારશે

Published On - 11:08 pm, Mon, 22 January 24

Next Photo Gallery
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન
કાનમાં કુંડળ, માથા પર મુગટ …જાણો રામલલાએ પહેરેલા આ દિવ્ય આભૂષણોની ખાસિયત