મંચ કાર્યક્રમ બાદ 45 જેટલા માનસિક દિવ્યાંગ બાળકોને, મૂલ્ય વર્ધક સાપ સીડી, દડા ફેંક, ચિત્ર સ્પર્ધા, વેલ્યુગેમ જેવી રમતો રમાડી, એમનામાં રહેલી પ્રતિભાને બાહર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત ઈનામો તેમજ તાજ અર્પણ કરતાં જ એમના ચહેરા પર ખુશીની રોનક છવાઈ ગઈ હતી.