ડૉક્ટર ન બની શકયો, ડેન્ટિસ્ટની ઓફર ઠુકરાવી સાયબર ક્રાઇમની દુનિયામાં ઝંપલાવ્યું, જાણો રાજકોટના યુવાને કરેલા કાળા ક્રાઇમની કહાની
અમદાવાદમાં સાયબર ક્રાઇમ સેલે એક અજીબોગરીબ કિસ્સો ઉજાગર કર્યો છે. એક એવા આરોપીને ઠગાઈના કેસમાં પક્ડ્યો છે પહેલા MBBS તબીબ બનાવ માગતો હતો. ગુજકેટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા BDSમાં પ્રવેશ મળતો હતો,પરંતુ તેને BDSમાં પ્રવેશ ન લીધો અને રૂપિયા કમાવવાની લાલચે ગુનાખોરીના કાદવમાં કૂદી ગયો. અને પછી નકલી CBI ઓફિસર બની એવા કાવતરા કર્યા કે આખરે પોલીસે તેને દબોચી લીધો.
1 / 5
નકલી CBI ઓફિસર બની લોકોને ધમકાવી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના ઝડપાયેલા 13 સાગરીતો પૈકી એક આરોપી મોઇન ઈંગોરીયા જો ધારત તો દંત ચિકિસક બની શક્યો હોત. પરંતુ કિસ્મતને અહીં અલગ મંજૂર હતું. તેને MBBS તબીબ બનવું હતું, પરંતુ માર્ક્સ ઓછા આવતા તેને BDSમાં પ્રવેશ મળતો હતો,પરંતુ તેને BDSમાં પ્રવેશ ન લીધો અને રૂપિયા કમાવવાની લાલચે ગુનાખોરી ના કાદવમાં ખુંપી ગયો.
2 / 5
મૂળ ધોરાજીના વતની 26 વર્ષીય મોઇન ઈંગોરીયાની અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેના અન્ય 12 સાગરીતો સાથે ગયા સપ્તાહે ધરપકડ કરી હતી તમામ 13 જણા પર આરોપ છે કે તેઓએ માઈકા ના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ શૈલેન્દ્ર મહેતાને ડરાવી ધમકાવી ઓનલાઇન ડીઝીટલ એરેસ્ટ કરી 1.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા.
3 / 5
1997માં જન્મેલ મોઇન ઈંગોરીયા એ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં તેને 85 ટકા જેટલા માર્ક્સ મેળવ્યા હતા, તેને MBBS ડોકટર બનવું હતું અને ગુજકેટની પરીક્ષા આપી હતી, તેને ગુજકેટની પરીક્ષા પાસ કરી પરંતુ અપેક્ષિત માર્ક્સ નહીં મળતા તેને MBBSમાં પ્રવેશ નહીં મળ્યો, તેને BDS માં પ્રવેશ મળતો હતો પરંતુ મોઇનને દંત ચિકિત્સક બનવું નહોતું.
4 / 5
તેને ઇચ્છીત તબીબી ફિલ્ડમાં જવા નહીં મળતા તે માર્ગ ભટકી ગયો અને ગુનાખોરીના કાદવમાં ખુંપી ગયો. મોઇને નકલી લકઝરી ઘડિયાળો વેચવાથી ગુનાખોરીની દુનિયામાં એન્ટ્રી કરી, તે બાદમાં ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢ્યો અને પછી આંગડીયાઓની મદદ થી નાણાકીય હેરાફેરી માં સંડોવાયો.આ દરમ્યાન તે ઓનલાઈન સાયબર માફિયાઓના સંપર્કમાં આવ્યો, એક વર્ષ પૂર્વે ક્રિપટો કરન્સીથી ઠગાઈની રકમ મેળવતી ઓનલાઈન સાયબર ગેંગનો તે ખુદ શિકાર બન્યો અને ત્યાર પછી તે ખુદ પણ આવી રીતે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગનો સાગરીત બની ગયો.
5 / 5
મોઇનને એ ગેર સમજ હતી કે ઓનલાઈન ક્રાઇમ કરવાથી કાયદાની પકડમાં આવી શકાશે નહીં અને ખૂબ મોટી રકમ કમાઈ લેવાશે પરંતુ તેની આ ધારણા ખોટી પડી, તે હવે તેના અન્ય 12 સાગરીતો સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનાના સકંજામાં છે અને તેની ગેંગ ના મુસ્તફા નેવી વાલા સહિત ના અન્ય આરોપીઓને પકડવા અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની જુદી જુદી ટિમો કાર્યરત છે.