આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે. શુક્રવારથી દેશમાં આવેલા પૂરના કારણે સ્થિતિ વણસી રહી છે. મીડિયા અહેવાલ મુજબ પૂરમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.