ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સત્તાવાર નિવાસસ્થાને પ્રગટાવી રામ- જ્યોતિ, દીપમાળા, ફુલ શણગાર સજાવટથી કર્યા રામના વધામણા- ફોટો
અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધુ યાદગાર બનાવવા દિવાળી જેવા ઉમંગ ઉત્સાહ તરીકે ઉજવવા પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. પીએમ મોદીની આ અપીલને અનુસરતા મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપાલે તેમના સત્તાવાર નિવાસસ્થાને રામ જ્યોતિ પ્રગટાવી શ્રી રામના ગૃહ પ્રવેશના વધામણા કર્યા હતા.
1 / 7
અયોધ્યામાં ભગવાન રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે સમગ્ર દેશમાં રામ જ્યોતિ પ્રગટાવવા પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને રામ જ્યોતિ પ્રગટાવી હતી.
2 / 7
મુખ્યમંત્રીના નિવાસસ્થાને દીપમાળા, ફુલ શણગાર સજાવટથી પ્રભુ શ્રી રામના ગૃહ પ્રવેશના વધામણા કરવામાં આવ્યા હતા
3 / 7
રાજ્ય મંત્રીમંડળના જ્યાં નિવાસસ્થાનો આવેલા છે તે સમગ્ર માર્ગ પર રામજ્યોતિ પ્રગટાવી આવી હતી અને રોશનીથી સમગ્ર માર્ગ ઝળહળી ઉઠ્યો હતો
4 / 7
રાજ્ય મંત્રીમંડળના જ્યાં નિવાસસ્થાનો આવેલા છે તે સમગ્ર માર્ગ પર રામજ્યોતિ પ્રગટાવી આવી હતી અને રોશનીથી સમગ્ર માર્ગ જગારા મારી રહ્યો હતો.
5 / 7
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સંધ્યા આરતી સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાા ફુલશણગાર સજાવટથી આ અવસરના વધામણા કર્યા હતા
6 / 7
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ તેમના ગાંધીનગરના સત્તાવાર નિવાસસ્થાને રામજ્યોતિ પ્રગટાવી પીએમ મોદીની અપીલને ઝીલી લીધી હતી.
7 / 7
રાજભવનમાં પ્રાંગણમાં ભવ્ય રંગોળી અને દીપ પ્રગટાવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રામજ્યોતિ પ્રગટાવી હતી અને સમગ્ર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યુ હતુ.
Published On - 11:49 pm, Mon, 22 January 24