દીપોથી ઝગમગી ઉઠ્યો સરયુ ઘાટ, રામ કી પૈડી, અયોધ્યા સહિત સમગ્ર દેશમા પ્રગટી ‘રામ જ્યોતિ’ – તસ્વીરો

|

Jan 22, 2024 | 11:49 PM

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દેશમાં દિવાળી જેવો માહોલ છે. સમગ્ર દેશ દિપોત્સવી ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ પણ તેમના સંબોધનમાં લોકોને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દીપ પ્રગટાવવા આહ્વાન કર્યુ હતુ. આ વચ્ચે સરયુ ઘાટ પર 6 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. જો કે આ દીપોત્સવ માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ રાજધાની દિલ્હી, ધર્મનગરી ઉજ્જૈન અને કાશીમાં પણ ઉજવવામાં આવ્યો છે. કાશીના ઘાટ પણ લાખો દીપોથી ઝગમગી ઉઠ્યા છે.

1 / 6
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા નગરી દીપોત્સવથી તરબોળ થઈ છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે સંધ્યા સમયે તમામ ભારતીયો 22 જાન્યુઆરી તેમના ઘરમાં રામ નામ જ્યોતિ પ્રગટાવવા જણાવ્યુ હતુ. જે બાદ દેશના દરેક પ્રસિદ્ધ ઘાટો દીપોની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે.

2 / 6
અયોધ્યામાં સરયુ ઘાટ લાખો દીપોથી સજી ઉઠ્યો છે, લાખોની દીપોની રોશનીના ઝગમગાટને જોતા એવુ લાગે છે કે જાન્યુઆરી મહિનામાં લોકો દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યા છે. અનેક લોકો સરયુ ઘાટ પર દીપ પ્રગટાવતા જોવા મળ્યા.

3 / 6
સરયુ ઘાટ પર રામભક્તોએ દીપોથી અલગ અલગ આકૃતિ પણ બનાવી. દીપોથી ઓમ ચિન્હ અને સ્વસ્તિકનું ચિહ્ન પણ બનાવવામાં આવ્યુ. આ સાથે સરયુ ઘાટ પર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યુ છે.

4 / 6
દેશની રાજધાની દિલ્હીમાં પણ લોકો રામભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. દિલ્હીના કનોટ પ્લેસ પર દીપોત્સવ ઉજવવામાં આવ્યો. અહીં લોકોએ દીપોથી જય શ્રી રામ લખ્યુ અને જશ્ન મનાવ્યો.

5 / 6
બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં પણ રામભક્તોએ દીપોત્સવની ઉજવણી કરી. અહીં પણ લોકો રામમય બન્યા અને હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવ્યા હતા.

6 / 6
કાશી ઘાટ પર પણ હજારો દીપોથી રોશની કરવામાં આવી. અહીં વિશેષ ગંગા આરતી કરવામાં આવી અને ભાવિકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા

Next Photo Gallery
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સત્તાવાર નિવાસસ્થાને પ્રગટાવી રામ- જ્યોતિ, દીપમાળા, ફુલ શણગાર સજાવટથી કર્યા રામના વધામણા- ફોટો
સબકા સપના મની મની : આ લાર્જ અને મિડકેપ ફંડે આપ્યુ ધમાકેદાર વળતર, 1 લાખ રુપિયાના બન્યા 72.15 લાખ રુપિયા