કેરી ખાવાના શોખીન લોકો ઉનાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિઝનમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ કેરી ખાવાનો આનંદ જ અલગ જ હોય છે. લોકો કેરીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે. જેમ કે કેરીનો રસ, મેંગો આઈસ્ક્રીમ, કુલ્ફી અને મેંગો શેક જેવી ઘણી વાનગીઓ બને છે. કેરીમાં ઘણા પોષક તત્વો પણ હોય છે. તેમાં વિટામિન, પોટેશિયમ, કોપર, ફાઈબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ શરીરને અનેક સમસ્યાઓથી બચાવે છે.