કરીના કપૂર ખાનનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઇબલ' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં થનારી માતાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.