સુખરામ રાઠવા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય છે અને જે પૂર્વ પટ્ટી વિસ્તાર છોટાઉદેપુરમાં જે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો. જેમાં રાઠવા ત્રિપુટીમાંથી નારણભાઈ રાઠવા અને મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સુખરામભાઈ રાઠવા જેવો કોંગ્રેસમાં જ છે અને છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો ચહેરો છે ,ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેમને લોકસભા ટિકિટ આપી છે.