લોકસભાની તારીખો જાહેર થઇ ગઇ છે. વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. અમિત ચાવડાએ આણંદથી ઉમેદવારી કરવા મુદ્દે કહ્યું કે હું કોંગ્રેસનો કાર્યકર છુ, સૈનિક છું અને લોકો માટે હું લોકો વચ્ચે જઈશ. દેશ અને સ્થાનિક મુદ્દાઓ પર અમે આણંદથી ચૂંટણી લડીશુ.