AMCની નવી પહેલ, હવે પશુઓ માટે ઓનલાઈન ચારો પણ ખરીદી શકાશે, જાણો કેવી રીતે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે હવે પાંજરાપોળમાં કે કેટલ પાઉન્ડમાં રાખવામાં આવેલા પશુઓ માટે ચારો ખરીદવા માટે અને દાન આપવા માટે એક ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં પશુ ઉપદ્રવ નિયંત્રણ નીતિ 2023 અમલમાં આવ્યા બાદ આ પેમેન્ટ ગેટવેની શરૂઆત કરવામાં આવી.