ડુમ્મસ સુલતાનાબાદ અને ભીમપોર ગામના રહીશો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર વાસણો કેરબા લઈને પાણી ભરવા આવે છે. કૂવામાંથી પાણી ભરતા પહેલા તેઓ કૂવાના ઓટલાની બહાર ચંપલ ઉતારે છે, કારણ કે આ કૂવાની પૂજા કરે છે. કૂવામાં સ્ટીલના માટલા પર દોરી બાંધીને મહિલાઓ યુવતીઓ પાણી ખેંચે છે. ગ્રામવાસીઓના મતે દરિયાથી ફક્ત 1 કિમીના અંતરે આવેલ હોવા છતાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી આ કૂવો તેમને સ્વચ્છ અને મીઠું પાણી આપે છે