સંસ્થાના સંચાલક સુધીરભાઈ શાહ અને તેમના મિત્ર રોનક પટેલ ચિરાગ સાળીએ જણાવ્યું હતું કે, અમે લોકો સાથે મળીને છેલ્લા દસ વર્ષથી પેટાથ્લોન નું આયોજન કરીએ છીએ. જેમાં સુરત શહેરમાં રહેતા પેટ લવર લોકોને એકઠા કરીએ છીએ અને પર્યાવરણ તથા પશુ-પક્ષી વિશેની જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ .આ આયોજનમાં અલગ અલગ બ્રીડ વાળા ડોગ, કેટ, મકાઉ જેવા પોપટ જોવા મળ્યા હતા.