પાકિસ્તાન વધતી મોંઘવારીનો સામનો કરી રહ્યું છે, જેની અસર હવે તેમના રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે. પીઓકેમાં વધતી મોંઘવારીને કારણે લોકોનો ગુસ્સો સરકાર સામે ફાટી નીકળ્યો છે. વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પોલીસ સાથે ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જો કે, મોટી વાત એ છે કે PoKમાં થઈ રહેલા આ પ્રદર્શનોમાં ભારતીય તિરંગો પણ દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, જોઈન્ટ અવામી એક્શન કમિટીએ 11મી મેના રોજ એટલે કે શનિવારે પીઓકેમાં મોંઘવારી વિરુદ્ધ પીઓકેની એસેમ્બલી બહાર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.