રાજકોટના શિક્ષકની રામભક્તિ, 6 ગ્રામ સોના અને સાત પવિત્ર નદીઓના જળથી તૈયાર કર્યુ રામસીતાના સ્વયંવરનું ચિત્ર- જુઓ તસ્વીરો

|

Jan 23, 2024 | 10:53 PM

22 જાન્યુઆરીએ અયોધ્યામ ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને દેશ એ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો છે. જેની સદીઓથી પ્રતિક્ષા હતી. ત્યારે સહુ કોઈ પોતાની કલા દ્વારા રામભક્તિ દર્શાવી રહ્યા છે. જેમા રાજકોટના શિક્ષકે રામસીતાના સ્વયંવરનું ચિત્ર અદ્દભૂત નયનરમ્ય ચિત્ર તૈયાર કર્યુ છે.

1 / 5
22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઉજવણી થઈ ત્યારે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા વિશ્વભરના લોકો રામમય બની ગયા છે. આ પ્રસંગને  યાદગાર બનાવવા રાજકોટના શિક્ષકે ભગવાન રામ-સીતાનું અદભુત ચિત્ર કંડાર્યુ છે.

2 / 5
આ અવસર ને યાદગાર બનાવવા માટે લોકો કઈ ને કઈ યોગદાન આપી રહ્યા છે. આવું જ એક યોગદાન ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર રાજકોટના શિક્ષક નિકુંજભાઈ વાગડીયાએ આપ્યું છે. શિક્ષકે 24 કેરેટના શુદ્ધ સોનાના રંગથી ભગવાન શ્રીરામ-સીતાના સ્વયંવરનું ૨×૩ ફૂટના કદનું ઐતિહાસિક ચિત્ર પેપર પર તૈયાર કર્યું છે.

3 / 5
શિક્ષક નિકુંજભાઈ એ કહ્યુકે નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટમાં રામમંદિરનો ચુકાદો આવ્યો ત્યારે જ નક્કી કર્યું કે મંદિરને હંમેશ માટે ભેટ ધરાવી શકાય તેવું કંઈક નિર્માણ કરવું છે. રામસીતાના સ્વયંવરનું ૨×૩ ફૂટનું ચિત્ર જવવલે જોવા મળતું હોય છે. રામ-સીતાનું સુંદર સ્વરૂપનું લગ્ન મંડપમાં ચિત્ર તૈયાર કરવાનું નક્કી કરી કામગીરી શરૂ કરી દીધી હતી.

4 / 5
પાંચ મહિનાના સમયમાં હસ્તકલા નિર્મિત શ્રીરામ અને સીતાજીના સ્વયંવર 24 કેરેટના શુદ્ધ સોનાના રંગથી ચિત્ર તૈયાર કર્યું. ચિત્ર તૈયાર કરવામાં અડધા લાખનો ખર્ચ થયો છે. ચિત્રની સદીઓ સુધી ચમક રહે તે માટે છ ગ્રામ સોનામાંથી સોનેરી રંગ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં ચિત્ર બનાવતી વેળાએ સામાન્ય પાણીનો ઉપયોગ કરવાને બદલે દેશની સાત પવિત્ર નદી ગંગા, જમના, સરસ્વતી, ગોમતી, નર્મદા, કાવેરી અને અન્ય નદીઓના જળ મિશ્રિત કરી અને આ પેન્ટિંગમાં ઉપયોગ કર્યો હતો.

5 / 5
ચિત્ર બનાવવા માટે જાતે જ બારીક તાંતણા વાળી અનોખી પીંછી બનાવી હતી. વિશ્વની સૌથી સૂક્ષ્મ રામાયણ પુસ્તકનું નિર્માણ કરી શિક્ષક નિકુંજભાઈ ચિત્રમાં રામ અને સીતાની મુખમુદ્રામાં ઉલ્લેખિત સ્થિત વર્ણન અનુસાર ભાવ ઉપજાવવાનો પ્રયાસ કર્યો છે.

Published On - 10:49 pm, Tue, 23 January 24

Next Photo Gallery
પ્રજાસત્તાક દિવસની પરેડ માટે થયુ ફૂલ ડ્રેસ રિહર્સલ, 26 જાન્યુઆરી 2024ના દિવસે કર્તવ્ય પથનો આવો હશે નજારો
ગીતા રબારી પર પૈસાનો નહિ પરંતુ વિદેશમાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થાય છે, તેમ છતાં આજે જીવે છે સાદું જીવન