આ બધાની વચ્ચે જૂનાગઢમાં આજે 11 વાગ્યા સુધી 23.32 ટકા મતદાન થયું હતુ જ્યાં વૃદ્ધોથી લઈને અનેક મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના તાલાલા નજીક મૂળ આફ્રિકન સિદી સમાજે પણ પોતાનો પારંપારિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોચ્યાં હતા. જેની તસવીરો હાલ સામે આવી રહી છે.