સ્કિન કેર રુટિન માટે તમારે સનસ્ક્રીનનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી ત્વચા માટે હાનિકારક છે, કારણ કે તે ત્વચાને અંદરથી નુકસાન પહોંચાડે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાના DNAને નુકસાન પહોંચાડે છે, જે નાની ઉંમરે ફ્રીકલ્સ, ટેનિંગ અને કરચલીઓ જેવી સમસ્યાઓનું કારણ બને છે આ સાથે તે ત્વચાના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધારે છે.