આ સપ્તાહના અંતે 70 દેશો ડેવિસ કપમાં ભાગ લઈ રહ્યા છે, જેને ટેનિસના મેન્સ વર્લ્ડ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વોલિફાયરમાં 24 દેશો ભાગ લઈ રહ્યા છે. 12 વિજેતા રાષ્ટ્રો ડેવિસ કપની ફાઇનલમાં 2023ની ચેમ્પિયન ઇટાલી, ઉપવિજેતા ઓસ્ટ્રેલિયા અને વાઇલ્ડકાર્ડ સ્પેન અને ગ્રેટ બ્રિટન સાથે રમશે. ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ-1 પ્લેઓફમાં 24 ટીમો સામસામે છે. પ્લેઓફ જીતનારી 12 ટીમોનો મુકાબલો સપ્ટેમ્બરમાં વર્લ્ડ ગ્રુપ-1 પ્લેઓફ મેચોમાં ક્વોલિફાયર હારી ગયેલી ટીમો સાથે થશે.