એટલાન્ટા અને ડલ્લાસ સેમિફાઇનલની યજમાની કરશે, જ્યારે ત્રીજા સ્થાનની મેચ મિયામીમાં રમાશે. ક્વાર્ટર ફાઈનલ મેચો લોસ એન્જલસ, કેન્સાસ સિટી, મિયામી અને બોસ્ટનમાં યોજાશે. ત્રણ દેશોના કુલ 16 શહેરો આ ગેમ્સની યજમાની કરશે, જેમાં મોટાભાગની મેચ યુએસએમાં યોજાશે. 1994નો વર્લ્ડ કપ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયો હતો અને ફાઇનલ લોસ એન્જલસ નજીકના પાસાડેનામાં રોઝ બાઉલમાં યોજાઇ હતી.