વિનીતા સિંહે 2001માં દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ તે વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (મદ્રાસ)માં પ્રવેશ મેળવ્યો.સિંહે IIT-M ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 2005માં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ 2007માં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી MBA પૂર્ણ કર્યું હતુ.