સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો, ગૌશાળા, સજોડ પ્રબુદ્ધ નાગરીકો આગળ આવ્યા છે. પીપોદરાની એલ. બી.ગૌક્રાંતિ સંસ્થાના કોસાડ ગામની શ્રી હરિ ગૌશાળા, ધોરણપારડીની સોમોલાઈ હનુમાન ગૌશાળા અને સુરત પાંજરાપોળ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ વૈદિક હોળી માટેની ગોબરસ્ટીક મોટી સંખ્યામાં બનાવવાનું બીડું ઝડપ્યું છે.