ખ્યાતિએ જણાવ્યુ કે આ 300 કિમીની દોડમાં 150 કિલોમીટર દોડ પૂર્ણ કરી હતી, ત્યારે મને લાગ્યું હતુ કે હવે આ મેરેથોન કદાચ મારાથી પૂર્ણ નહીં થાય, પરંતુ મારી સપોર્ટ ટીમમાં હાજર રહેલા મારા પતિ કેયુર અને દીકરો પ્રાર્થિષ્ઠ પટેલ અને ગાઈડ તેજલ મોદી ની સાથે મારા અન્ય સપોર્ટર જતીન બજાજ ,પરેશ પાલા ,દિનેશ પટેલ ,અર્પણ ઝાલા ,અંકુર હસોતી ,ચિંતન ચંદારાણાના મોટીવેશનથી આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે. 76 કલાકમાં દિવસના 37 ડીગ્રી અને રાત્રે 15 ડિગ્રીના ટેમ્પરેચરમાં આ 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે. પૂર્ણ કરવા માટે મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર રહેવું ખૂબ જ જરૂરી છે.