ડોક્ટર નિલય દેસાઈ જેઓ ફિઝિશિયન છે પરંતુ છેલ્લા 25 વર્ષથી પક્ષી નિરીક્ષણ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થાય છે અને આ સમય દરમ્યાન પક્ષીઓનું મોટું ઝુંડ તાપી નદીના તટે આવી જાય છે. પક્ષીઓને લોકો ગાંઠિયા અને તેલવાળી વસ્તુઓનો ખોરાક આપતા હોય છે, પરંતુ પક્ષીઓના આરોગ્ય માટે આ હાનિકારક છે. પરંતુ આ પક્ષીઓ માટે ગાંઠીયા પ્રિય બની ગયું છે તેઓ સહેલાઈથી એને ડાઈજેસ્ટ પણ કરી લેતા હોય છે.