ગુજરાત પોલીસના બે અધિકારીઓએ રાજ્યના પોલીસ દળનું ગૌરવ વધાર્યુ છે. બંને પોલીસ અધિકારીઓ હૈદરાબાદમાં રમાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસ દળમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે.