બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો NADA સસ્પેન્ડ કર્યો, જાણો કારણ
બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ આ સ્ટાર ખેલાડીને સસ્પેન્ડ કર્યો છે. બજરંગ પુનિયાએ ભારત માટે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિક મેડાલિસ્ટ બજરંગ પુનિયાને નેશનલ ડોપિંગ એજન્સી (NADA)એ સસ્પેન્ડ કર્યો છે. નાડાના આ નિર્ણયથી બજરંગ પુનિયાને પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશા પર ઝટકો લાગી શકે છે. ધ ટ્રિબ્યુને નાડેને પત્ર લખી કહ્યું કે, બજરંગ પુનિયાને 10 માર્ચના રોજ સોનીપતમાં આયોજિત સિલેક્શન ટ્રાયલ દરમિયાન ડોપ ટેસ્ટ આપ્યો ન હતો અને આ કરાણે તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બજરંગનું સસ્પેન્શન
જો બજરંગનું સસ્પેન્શન સમયસર હટાવવામાં નહીં આવે તો તે આવતા મહિને યોજાનારી ટ્રાયલ્સમાં ભાગ લઈ શકશે નહીં. તમને જણાવી દઈએ કે,બજરંગ પુનિયાએ ભારત માટે વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હજુ સુધી કોઈ પણ ભારતીયે 65 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક કોટા મેળવ્યો નથી. સુજીત કલકલ 9 મેના રોજ ઈસ્તાંબુલમાં રમાનાર વિશ્વ ક્વોલિફાયર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
View this post on Instagram
એક્સપાયર થઈ ચુકેલા સાધનનો ઉપયોગ
ટ્રાયલ જીતનાર ખેલાડી જ પેરિસ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. પુનિયાને 7 મેના રોજ લેખિતમાં પોતાની સ્પષ્ટતા આપવાની છે કે, તેમણે સેમ્પલ કેમ આપ્યું ન હતુ. બજરંગ પુનિયાએ થોડા સમય પહેલા વીડિયો શેર કરી કહ્યું કે,નાડાના અધિકારીએ તેના સેમ્પલ લેવા માટે એક્સપાયર થઈ ચુકેલા સાધનોનો ઉપયોગ કરે છે. તેનો આરોપ છે કે, તેને ફસાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
ઓલિમ્પિકમાં ભાગ લેવા પર મોટો ઝટકો
ભારતીય પુરુષ કુસ્તીબાજ બજરંગ પુનિયાને નેશનલ ડોપિંગ એજન્સી (NADA) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેના કારણે બજરંગની પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર મોટો ઝટકો લાગ્યો છે. બજરંગ પુનિયા ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કરી ઘરણા પર બેસનારા પહેલવાનોમાં સામેલ હતો. બર્મિગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બજરંગ પુનિયાનો કોમનવેલ્થ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.
આ પણ વાંચો : IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું