વિશ્વનો મોંઘો અભિનેતા કુસ્તીની રીંગમાં પાછો ફર્યો, ફિટ રહેવા માટે દિવસમાં 7 વખત જમે છે, જુઓ Video
WWEની દુનિયાનો બાદશાહ હવે દુનિયાનો સૌથી મોંઘો અભિનેતા પણ બની ચૂક્યો છે, પરંતુ હવે તે ફરી એક વખત કુસ્તીની રીંગમાં પ્રવેશ કર્યો છે. જ્યાં અન્ય રેસલરને બેલ્ટથી ફટકારી રહ્યો છે. જેનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
WWEની દુનિયાનો સુપરસ્ટાર અને રિંગનો બાદશાહ તરીકે જાણીતો રોકી એટલે કે, ડ્વેન જોનસને 15 વર્ષ બાદ રીંગ પર ધમાકેદાર વાપસી કરી સૌને ચોંકાવી દીધા છે. હાલમાં ડ્વેન જોનસને પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી કમબેકની જાહેરાત કરી હતી,તેના પુનરાગમન પછીની પ્રથમ ટક્કરમાં રોક તેના પ્રતિસ્પર્ધીને બેલ્ટ અને લાતો અને મુક્કા મારતો જોવા મળે છે , તમને જણાવી દઈએ કે, ડ્વેન જોનસને 15 વર્ષ બાદ ફોક્સ સ્પોર્ટસના સ્મૈક ડાઉનમાં એન્ટ્રી કરી હતી. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.
રેસલરે વીડિયો પોસ્ટ કર્યો
WWEમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ રોક ફિલ્મોમાં એક્ટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ રેસલિંગના જનુને તેને ફરીથી રિંગમાં એન્ટ્રી કરાવી છે, તેમજ તેની વાપસી શાનદાર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, તે દુનિયાનો સૌથી મોંઘા સ્ટારની લિસ્ટમાં ટોપ પર છે.
રેસલરે રેફરીને પણ ન છોડ્યો
આ વીડિયોમાં રોક પોતાના વિરોધીએને બેલ્ટથી મારી રહ્યો છે. તેમણે રેફરીને પણ છોડ્યો ન હતો. તેનાથી ડરી રેફરીએ પણ ચાલતી પકડી હતી. રોકનું રુદ્ર રુપ જોઈને તેના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આ વીડિયોને 60 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે. તમને જણાવી દઈએ કે, 4 ઓક્ટોબરને રિંગ પર સ્મૈકડાઉનની 20મી એનિવર્સરી સેલિબ્રેટ થઈ રહી છે.
View this post on Instagram
રોકની સાથે 1000મી એપિસોડમાં રિંગના સુપરસ્ટાર કહેવાતા હલ્ક હોગન, કર્ટ એન્જેલ, રિક ફ્લેયર,મિક ફોલે અનો ગોલ્ડબર્ગ સ્ટિંગ જેવા ખેલાડીઓ પણ સામેલ છે.અભિનેતા તરીકે ડ્વેનની પ્રથમ ફિલ્મ 2001માં આવેલી ‘ધ મમી રિટર્ન્સ’ હતી.કુશ્તીની દુનિયા છોડીને તેણે અચાનક હોલીવુડમાં પ્રવેશ કર્યો અને અહીં પણ તે ફેમસ થઈ ગયો. હોલીવુડમાં, રોક ડ્વેન જ્હોન્સન તરીકે ઓળખાય છે. કરોડોની સંપત્તિનો માલિક પણ છે.
આ પણ વાંચો : તાપસી પન્નુનો બ્રાઈડલ લુકનો વીડિયો વાયરલ, પતિ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી અભિનેત્રી
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો