ઇમેન્યુઅલ મેક્રોન
ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. મેક્રોનનો જન્મ 21 ડિસેમ્બર 1977ના રોજ એમિયન્સમાં થયો હતો. મેક્રોન નાણા મંત્રાલયમાં પણ કામ કરી ચૂક્યા છે. લોકો તેમને એક સારા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે ઓળખે છે. વર્ષ 2017માં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ પહેલા તેઓ ફ્રાન્કોઈસ ઓલાંદની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. 2014 અને 2016 વચ્ચે અર્થશાસ્ત્ર, ઉદ્યોગ અને ડિજિટલ બાબતોના પ્રધાન તરીકે ઇમેન્યુઅલ મેક્રોનના કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. મેક્રોને બ્રિજિટ ટ્રોગ્નેક્સ સાથે લગ્ન કર્યા. ટ્રોગ્નેક્સ મેક્રોન કરતા લગભગ 24 વર્ષ મોટા છે. તે મેક્રોનની શિક્ષિકા હતી.