હુમા કુરેશી
ફેમસ બોલિવુડ એકટ્રેસ હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતા સલીમ કુરેશી એક રેસ્ટોરેટર છે, જે રેસ્ટોરન્ટ ચલાવે છે. તેની માતા અમીના કુરેશી ગૃહિણી છે. તેમણે ગાર્ગી કૉલેજ-દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસ વિષયમાં એજ્યુકેશનની ડિગ્રી પૂરી કરી છે.
તેમણે ફિલ્મોમાં કામ કરતા પહેલા નાટકોમાં પણ અભિનય કર્યો હતો અને એક મોડલ પણ છે. સેમસંગ મોબાઈલની જાહેરાતનું શૂટિંગ કરતી વખતે અનુરાગ કશ્યપે તેની અભિનય ક્ષમતા જોઈ અને તેને ફિલ્મોમાં કામ આપ્યું. સોની લિવની વેબ સિરીઝ મહારાણીમાં રાણી ભારતીનું પાત્ર ભજવવા બદલ હુમાના ખૂબ વખાણ થયા હતા.
ટીવી રિયાલિટી શો ‘મેડનેસ મચાયેંગે’થી તેમણે જજ તરીકે ટીવી શોમાં ડેબ્યૂ કર્યું છે. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ-1 અને 2, ડેઢ ઈશ્કિયા, જોલી LLB 2, ડી ડે, બદલાપુર, તેમજ લૈલા વેબ સિરીઝથી એક્ટિંગમાં ધૂમ મચાવી છે.